મુક્તક અને શેર આમ બીજી ક્યાં કશી પણ ચાહ છે , કો ' ક ભીની લાગણીની રાહ છે. - નિષાદ ઓઝા ' અમન ' મને પ્હેલા મિલનની સાંજ આજે યાદ આવે છે , હતી ચ્હેરા ઉપર જે લાજ આજે યાદ આવે છે. રુપાળા હાથમાં મ્હેંદી અને આંખે હતું કાજલ , નયન તીખાં , નજર એ બાજ આજે યાદ આવે છે. - નિષાદ ઓઝા ' અમન ' ટોડલા નોંધાર ' ને સાંકળ ચોધાર છે , ભામણાંની યાદ આંખે અપરંપાર છે. - નિષાદ ઓઝા ' અમન ' ટોડલા નોંધાર ' ને સાંકળ ચોધાર છે , યાદ માંના ભામણાંની અપરંપાર છે. - નિષાદ ઓઝા ' અમન ' નફરત એમનો શિરશ્તો હતો ...