ડૉ.નિષાદ ઓઝા 'અમન' /મુક્તક અને શેર /6

મુક્તક અને શેર 


આમ બીજી ક્યાં કશી પણ  ચાહ છે

 કો'ક ભીની  લાગણીની  રાહ છે.

                              - નિષાદ ઓઝા 'અમન'

 

મને પ્હેલા મિલનની સાંજ આજે યાદ આવે છે,

હતી ચ્હેરા ઉપર જે લાજ આજે યાદ આવે છે.

રુપાળા હાથમાં મ્હેંદી અને આંખે હતું કાજલ,

નયન તીખાં, નજર એ બાજ આજે યાદ આવે છે.

                            - નિષાદ ઓઝા 'અમન'

ટોડલા નોંધાર 'ને સાંકળ ચોધાર છે

ભામણાંની યાદ આંખે અપરંપાર છે. 

                   - નિષાદ ઓઝા 'અમન'

 ટોડલા નોંધાર 'ને સાંકળ ચોધાર છે

યાદ માંના ભામણાંની અપરંપાર છે.

                     - નિષાદ ઓઝા 'અમન'

નફરત એમનો શિરશ્તો હતો 

હું તો લાગણી પિરસતો હતો.

                    - નિષાદ ઓઝા 'અમન'

છું હું મૌન તો 'કે છે સાવ કમજોર છે

એને શું ખબર ભીતર કેટલો શોર છે. !

                      - નિષાદ ઓઝા 'અમન '

ક્ષણેક્ષણ લાગણી ભૂંજાઈ છે

હવે આ રોજની લોકાઈ  છે."

                     - નિષાદ ઓઝા'અમન'

 'અમન' આ જે કૈં અણગમા છે

 ખરેખર  વૈતરણી  સમા છે. 

                  - નિષાદ ઓઝા 'અમન'

આંસુ 'અમન'વહેવા વિશે કાંઈ પણ કહેવું નથી,

તકલીફને સહેવા વિશે કાંઈ પણ કહેવું નથી.

                      -નિષાદ ઓઝા 'અમન'

અચાનક 'અમન 'ભાગ્યોદય થયો

નપાવટ ઇચ્છાનો પ્રલય થયો.

                      - નિષાદ ઓઝા 'અમન'

 આ જે 'અમન'જે પ્રેમનો તહેવાર છે

પાયા મહીં બસ  વાટકી વહેવાર છે. "

                       - નિષાદ ઓઝા'અમન'

  'હું' એટલે 'હું' કેવળ,બીજું કોઈ નહિ,

વ્યાખ્યા અહમની આથી મોટી જોઈ નહિ."

                    -  નિષાદ ઓઝા'અમન'

જાત પર એવો કુઠારાઘાત ના કર

ઝાંક ભીતર, પારકી પંચાત ના કર. "

                     -નિષાદ ઓઝા 'અમન'

 


Comments