બ્લોગ બન્યા પછીની પહેલી સવાર

એક બાલ્કનીમાંથી બીજી બાલ્કની તરફ મંદ ગતિએ હવાની વચ્ચે ઊભો છું અને અમી છાંટણાની ખુશ્બોથી અસ્તિત્વનો અહેસાસ રોમ રોમને પુલકિત કરે છે. કાશ કોઈના એવા શબ્દો કાને પડે કે લેવી છે ભાઈ આ ખુશ્બો? અને હું પૂછું, 'શું ભાવ આપી ભાઈ ? ' એવું નથી લાગતું કે આપણા અભાવો વચ્ચેની કહેવાતી અને કહોવાતી મથામણો વચ્ચે કુદરત હોવાના ભાવને ભૂલી ગયા છીએ.!અને આવું જ્યાં સતત થાય છે ત્યાં એવો સમય દસ્તક દે છે કે આપણો ભાવ પૂછનાર કોઈ હોતું નથી.. !જીવનકાળની આ સૌથી વરવી પરિસ્થિતિ છે..!! 

Comments