My first blog as my gazal
ગઝલ
છંદ વિધાન :
[ગાલગાગા -ગાલગાગા-ગાલગાગા]
*પંચનામાં*
જિંદગી આખી ગઈ છે વંદનામાં,
એમને પામી જવાની ઝંખનામાં.
હું હ્ર્દયથી નીકળીને સ્હેજ માટે-
છું ફસાયો પાંપણોની કંદરામાં.
હું તને ચાહું જ છું એ સત્ય છે,છે,
ક્યાં કર્યાં જાહેરમાં મેં સંતનામાં!
છે ખબર કે હું ધખેલી લાશ છું તો -
સાવ ખોટાં શું કરે છે પંચનામાં !
ભર સભામાં એ 'અમન' ચાલ્યાં ગયાં તો-
શું પછી બાકી રહ્યું તું રંજવામાં !
- ડૉ.નિષાદ ઓઝા 'અમન'
શુભેચ્છાઓ સર..
ReplyDeleteબ્લોગ આપને અનેક નવા આયામો સર્જવામાં સહયોગી બને !!!
Very Good Sirji...Abhinandan
ReplyDelete